ભાઈ બહેન – પીન અટકી

Sumant & Damyanti
મારા ફૂઈબા અને પપ્પા

આજે સવારે એક મિત્રએ Facebook પર પોતાના પિતાની યાદ તાજી કરી અને મને મારા પિતાની કરાવી. થોડું મન ભરાઈ આવ્યું, પછી વિચાર્યું કે ખુશી ની પળો નેજ યાદ ન કરું? મારા પિતા અમારી જોડે તો હિટલર જેવું અનુશાશન રખાવે, પણ વખત આવ્યે થોડી મજાક મસ્તી પણ કરાવે. જો કોઈ જગા એ પીન એટકે તો નવો વિષય ન મળે ત્યાં સુધી એ વાત પર અડી રહે.

મારા મોટા ફુઈ ને અમે પ્રેમથી બા કહેતા. આજે એ બે ભાઈ બહેન ની યાદ તાજા કરીએ.

વાત એમ છે કે મારા ફુઈ ૩ છોકરાઓ સાથે પીયરમાં જ રહેતા. તે તેમના દીકરા વહુ વગેરે બોહ્ળું કુટુંબ હોવાથી મારા પિતા જુદા રેહતા. હવે જે ઘરમાં રેહતા હોઈ તે વાપરે અને તેજ વારસદાર એટલે મારા દાદીના સ્વર્ગવાસ પછી કોઈ ભાગ પાડવાની વાત નોહતી. ઘર તો ભાડાનું હતું અને બીજું ઘર વખરી, પણ ફુઈબા નાં મનમાં મારા પપ્પા એટલે તેના ભાઈ માટે ખુબ પ્રેમ અને લાગણી; અને એવું પણ લાગે કે સાચ્ચો વારસદાર તો એજ થાય. તો ઘરમાં એક ચાંદી નું પવાલું હતું. કેવું – જુના જમાનામાં લોટા પર મુકતા તેવું કિનારી વાળું અને નીચું. બા તો એક નું એક કીમતી પવાલું હરખભેર અમારે ઘરે આપવા આવ્યા. પપ્પા પણ ખુશ થયા. પપ્પા એ તો મને હરખભેર બોલાવીને બતાવ્યું કે જો બા ચાંદીનું પવાલું લાવ્યા અને કહ્યું કે આ તારી દાદી નો વારસો છે અને બા એ આખે આખો આપણને આપી દીધો છે. તે વખતે હું માંડ ૧૦-૧૧ વર્ષની, અને રોજ રાત્રે અમારે ઉપર સુવા માટે સ્ટીલ નાં લોટા માં પાણી ભરી લઈ જવાનો રીવાજ. હવે રોજનું સ્ટીલનું પવાલું પેલા ચાંદીના પવાલા જેવુજ.  હું તો હાજર જવાબી તરતજ કહ્યું “પણ આ તો પવાલું છે લોટો તો બા એ રાખી લીધો આપણને આપ્યોજ નહી” મને શું ખબર કે ચાંદીનો લોટો તો ક્યારેય ઘરમાં હતોજ નહી. પછી તો મારી આ વાત પર બા આખી જિંદગી અકળાતા અને મારા પપ્પા પણ વારે ઘડીએ તેમને ચીડવતા, “લોટો તો તમે રાખી લીધો”

એક વાર જમતા જમતા મારા પપ્પા એ બા ને ન ગમતી વાત પર મસ મોટું ભાષણ આપવાનું ચાલુ કર્યું. મારા પપ્પા વકીલ, એટલે બોલવામાં પહોચી ન વળાય અને બોલતા બંધ પણ જલ્દી ન કરાય. બા અકળાય પણ કરે શું? હતો ઉનાળો અને જમવામાં કેરીનો રસ અને રોટલી. બા થી બીજું કઇંક તો બોલાય નહી માટે “રસ મુકું?”, “સુમન તને રસ મુકું?”, “રસ મુકું?” એવું ઘડી ઘડી પૂછે. દરેક વખત મારા પપ્પા ઇશારાથી હા/ના પાડે અને પોતાની વાત તો બોલ્યેજ રાખે. ચાર પાંચ વાર પૂછ્યું એટલે મારા પપ્પા અકળાયને ને કહે મને શું બીજાને પણ રસ મુકોને – તો બાએ કહ્યું કે “ક્યારની તને “રસ મુકું?”, “રસ મુકું?” કહું છુ કે ખાવામાં ધ્યાન આપ અને ન ગમતો વિષય પરની વાત બંધ કર”. પછી તો શું આ વાત નું એટલું વતેસર થયું કે આખા કુટુંબમાં કોઈ પણ ન ગમતા વિષય પર વાત શરુ થાય એટલે તરતજ તેને બંધ કરવાનો ખાસ સંવાદ મળી ગયો “રસ મુકું”

ગમે તો વધાવજો નહી તો comment માં શું લખવું – ખબર પડી ને?

Advertisements

2 thoughts on “ભાઈ બહેન – પીન અટકી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s