કબીરવડ તા. ૩૦.૦૩.૨૦૧૪

IMG-20150511-WA0020

૩૦મી માર્ચની સવારે અનુજાબેન, આરાધના – અનુજબેનની ભાણેજ, અને હું કાર કરી કબીરવડની સહેલગાહે ઉપડ્યા. ચાર દિવસ પેહલાજ આ પ્રોગ્રામ બની ગયો અને અમે ગાડી કરી ઉપડી પડ્યા. નમ્રતાબેનનો ખૂબ આભાર કે સરસ મજાની ગાડી ની વ્યવસ્થા કરી આપી.

એક્ષ્પ્રેસ હાયવે અને ત્યાર પછી L&T દ્વારા ખૂબ સરસ રીતે જાળવવામાં આવેલ નેશનલ હાયવે ૮, પરની સફર સુખદાયક રહી. ભરૂચ આગળ ન્યાયમંદિર ના ગરમ ગરમ ઢોસા અને ઉપમા માણી અમે સુક્લતીર્થ તરફ આગળ વધ્યા. પહોચતાં પહોચતાં સાડા દસ થયા. તડકો તો માથે આવીજ ગયો હતો, પણ અમારો કબીરવડ જોવાનો ઉત્સાહ એથીય વધુ હતો.

જ્યાં હું, અલ્પમ હોવ ત્યાં એકાદ વસ્તુના લોચા તો પડેજ. થોડી વધારે બુધ્ધિ વાપરી મેં અનુજબેનને કહ્યું હતું કે નદી ઓળગતી વખતે ચપ્પલ ભીના થશે માટે જોડે સ્લીપર રાખવા જે હોડીમાં બેસતા ઉતરતા કામ આવે અને પછી કબીરવડ ફરવામાં ચાલવું પડે માટે sportshoe પેહરીને ચાલીશું. પણ મેં તો એવું miscommunication કર્યું કે બન્ને માસી ભાણેજ સ્લીપર તો પેહરી લીધા પણ shoes તો ગાડી માં રહી ગયા. Anyway they took it sportingly, and I roamed in my sports shoes.

નર્મદા નો નદી કિનારો એટલો રળીયામણો કે હોડીમાં બેસતા પેહલાજ નદીનું સૌન્દર્ય માણવા અને આ જમાનાની ટેવ ( કે કુટેવ) પ્રમાણે તેના ફોટા પાડવામાં અમે તો વ્યસ્ત થઇ ગયા. નર્મદા નદીનો પટ એટલો વિશાળ છે, નદી બન્ને કાંઠે વેહતી હતી, અને લાકડાની, એન્જીન વાળી હોડી. અમને તો એ પાંચ મીનીટની boating માં ખૂબ આનંદ થયો. સામે કિનારે ઉતર્યા એટલે તો લાલ લાલ જામફળ, કમરક, કરમદા, જાંબુ વગેરે વગેરે વિવિધ ફળોની લારીઓ. જીભ તો એના સ્વભાવ પ્રમાણે પાણી પાણી થઇ ગઈ. તરતજ કમરક ખરીદીને ખાઈ લીધા. ખાટા કમરક ઉપર મીઠું મરચું ભભરાવીને ખાવાની મજા નિરાળી છે.  ઘર માટે જામફળ, જાંબુ અને ગોરસ આમલી તો કેમ ભૂલાય? હા, ગોરસ આમલીના બી છોલીને નિશાળના દિવસો યાદ કરી લીધા.

નદી કિનારે થોડું ચાલી આગળ વધ્યા અને આ શું? અમારી સામે વિશાળ એવો કબીરવડ ઉભો છે. શું થડ, કેટલા થડ, કેટલી વડવાઈઓ અરેરે જોતો જોતા અમે તો આભા બની ગયા. બધી ગરમી તો આ વયોવૃક્ષ ના છાયડામાં છુ થઇ ગયી. અમે ત્રણે જાણે એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો હોય તેમ બે કલાક સુધી કબીરવડ ની સુંદરતા માણતા રહ્યા. કેટલા કુમળા પાન, કેટલી ડાળીઓ, વડની આસપાસ આસોપાલવના ઝાડો, થોડી બોગનવેલ… વાહ વાહ ઓ કુદરત. અને આ શું…. વડના એક મોટા ભાગ પર અગણિત એવા ચામાચીડિયા… (bats) બધા ઊંધાં લટકી ને દિવસે નીંદર માણતા. આટલી મોટી સંખ્યામાં તો પેહલીજ વાર જોયા. જો રાત હોઈ અને બધા ઉડવા માંડે તો મારું તો આવીજ બને. ઉપર ચામાંચીડીયાઓનું રાજ હતું તો નીચે કુતરા, કાગડા અને વાનરો એ મેહફિલ જમાવી હતી. વાનરોથી તો થોડો ડર પણ લાગતો હતો. એક તો water cooler માંથી પાણી ભરવા ગયા ત્યારે એવું વચ્ચે આવ્યું કે અમારે તો ભાગવું પડ્યું. સુંદરતા ની સાથે સાથે એને કેમેરામાં કેદ કરતા કરતા વખત ખૂબ સરસ પસાર થઇ ગયો.  નદી પાર કરી કબીરવડ ને સલામ ભરી, જલ્દીથી પાછા આવીશું નું મનોમન પ્રયોજન કરી અમે કબીરવડની વિદાય લીધી.

નર્મદા નદીને કિનારા નારેશ્વર એટલે શ્રી રંગ અવધૂત મહારાજ નો ધ્યાન આશ્રમ અને નર્મદા નો નિર્મળ કિનારો. આ આશ્રમમાં દર્શન કર્યા, દયાન કુટીરો જોઈ, બે ત્રણ દિવસ માટે રેહવા જવાય તેવી જગ્યા છે. એટલું શાંત અને સુંદર વાતાવરણ. મોટા ભાગે ત્યાં ધ્યાન માટે રેહવા માટે રૂમ આપે છે. નદી કિનારો પણ રળીયામણો છે. મોડું થશે ની ચીંતા કરી નદી કિનારો તો દુરથી જોઈ સંતોષ અનુભવ્યો.

વળતા ગાડીમાં બધું જોયાની, ફિલ્મોની અને અમારા જૂનાં જમાનાની વાતોમાં વખત પસાર થઇ ગયો અને અમદાવાદ આવી ગયું. છેલ્લે સફરમાં સાથ આપનાર પ્યારી દીકરી વિષે: આરાધનાને હું આગળ એક વાર મળી હતી, પણ વધુ સમય સાથે વિતાવવાનો આ પેહલો પ્રસંગ હતો. ખૂબજ સુંદર અને નમણી તો છેજ, પણ ગુણ અને વિનયશીલ તો એથીય વધુ. એને જોઈએ તો આજકાલની છોકરીઓ જેવું ઉછાછરાપણું જરા પણ નહી. ખૂબ ખૂબ આશીર્વાદ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s